
ગુજરાતમાં પેટા ચૂંટણીની મોસમ જામી છે. ચૂંટણી માત્ર આઠ બેઠકો પર છે પરંતુ સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે. ચારે બાજુ એક જ ચર્ચા છે ભાજપના આયાતી ઉમેદવારો જીતશે કે કોંગ્રેસના નવા નિશાળીયાઓ. ભાજપના કાર્યકરોમાં તેમની અવગણનાની હતાશા છે તો કોંગ્રેસમાં ઉત્સાહ સાથે ક્યાંક કચવાટ પણ છે. પરંતુ હવે મતદાન ને જૂજ દિવસો જ બાકી છે ત્યારે સમગ્ર રાજ્યમાં બંને પાર્ટી દ્વારા ધમધોકાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપે સ્ટાર પ્રચારકો ઉતાર્યા છે તો કોંગ્રેસમાં પ્રચારની કમાન અમિત ચાવડા, હાર્દિક પટેલ અને પરેશ ધનાણીના હાથમાં છે.

રાજ્યની પેટા ચૂંટણીની સભાઓ અને રેલીઓ સાથે સાથે આક્ષેપ- પ્રત્યાક્ષેપ પણ સત્તાધારી પક્ષ વિપક્ષો વચ્ચે જામ્યા છે. રોજે રોજ નવી કોન્ટ્રોવર્સી થઈ રહી છે મુદ્દા કરતા આરોપના બીજ રોપાઈ રહ્યા છે. પેટા ચૂંટણીમાં હાર્દિક પટેલની વધતી જતી સક્રીયતાથી ભાજપમાં ભય છે. તેમજ સૌરાષ્ટ્રમાં હાર્દિકની તમામ બેઠકો સક્સેસફુલ જઈ રહી છે અને ભાજપમાં સન્નાટો છે. ત્યારે ભાજપ મોવડી મંડળ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાર્દિક સામે સ્ટારપ્રચારક ઉતારવાનો. ભાજપ દ્વારા મોરબીમાં એક પ્રયોગ કરવામાં આવ્યો.

મોરબીમાં ભાજપના સ્ટાર પ્રચારક સ્મૃતિ ઇરાનીની પ્રચારની કમાન આપવામાં આવી. પરંતુ ભાજપનો આ પ્રયોગ સફળ રહ્યો હોય એવું લાગતું નથી. ભાજપની સભામાં ખુદ ભાજપના આયાતી ઉમેદવાર જ હજાર રહ્યા નોહતા તેમજ ભાજપ ઉમેદવારની ગેરહાજરી જોઈને ખુદ સ્મૃતિ ઈરાની પણ ગુસ્સે ભરાયા હોય તેવું લાગી રહ્યું હતું અને તેમણે તેમના ભાષણમાં ભાજપના ઉમેદવારનું નામ લીધું નોહતું. પરંતુ હાર્દિક પટેલનું નામ લઈને પ્રહાર કરવાનું ચુક્યા નોહતા. ઈરાની દ્વારા હાર્દિક પટેલ પર નામ લઈને નિશાન સાધવામા આવ્યું કે હાર્દિક કોંગ્રેસમાં નોકરીએ લાગી ગયા છે.

સ્મૃતિ ઈરાનીના નિવેદન બાબતે હાર્દિક પટેલનું નિવેદન આવ્યું નથી પરંતુ ઈરાની ના ભાષણમાં હાર્દિકનું નામ હાર્દિક પટેલનું કદ બતાવે છે. હાર્દિક પટેલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે કોંગ્રેસ આઠે આઠ બેઠક પર મજબૂત છે. જે રીતે કોંગ્રેસને સમર્થન મળી રહ્યું છે તે મુજબ અમે આઠે આઠ બેઠક પર મજબૂત છીએ. ભાજપની દરેક સભાઓ નિષ્ફળ જઈ રહી છે. સ્મૃતિ ઈરાનીની સભા પણ નિષ્ફળ ગઈ અને મુખ્યમંત્રી રૂપાણી સાહેબની પણ સભા નિષ્ફળ જશે. હાર્દિક પટેલના નિવેદન બાદ ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

હાર્દિક પટેલ ની સક્રિયતાથી સૌથી વધારે ભાજપને નુકશાન છે. ના માત્ર ગુજરાત પરંતુ ગુજરાત બહાર પણ. હાર્દિક પટેલ દ્વારા કોર્ટમાં ગુજરાત બહાર જવા માટે પરમિશન માંગવામાં આવી છે ત્યારે તેની સામે સરકાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. હાર્દિક પટેલ દ્વારા બિહાર ચૂંટણી પ્રચાર અર્થે બિહાર જવા માટેનું કારણ બતાવવામાં આવ્યું છે. હાર્દિક પટેલ કોંગ્રેસના સ્ટાર પ્રચારક હોઈ બિહારમાં ચૂંટણી સભા સંબોધવા માટે હાજરી આપવા નું કારણ આગળ ધર્યું છે પરંતુ ગુજરાત સરકાર દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યાના સમાચાર છે.

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ દ્વારા બિહારમાં ચૂંટણી પ્રચાર અર્થે સભામાં હાજરી આપવા જવા માટે કોર્ટ સમક્ષ ગુજરાત બહાર જાવા માટે પરમિશન માંગવામાં આવી છે પરંતુ ગુજરાત સરકાર દ્વારા હાર્દિકની આ અરજીનો વિરોધ કરવામાં આવ્યો છે. જે સરકારની ઇનસિક્યુરિટી બતાવે છે. હાર્દિક પટેલ ને બિહારમાં પ્રચાર કરવા માટે રોકવાનું પણ એક ષડયંત્ર હોઈ શકે છે. બિહારમાં પણ હાર્દિક પટેલની ખાસ્સી લોકપ્રિયતા છે. એટલે જ પાટીદાર અનામત અંદોલન બાદ નીતીશ કુમારે હાર્દિક પટેલ ને મળવા બોલાવ્યા હતા. બિહારમાં પણ હાર્દિક પટેલ ઘણી અસર કરી શકે છે.