IndiaPolitics

ભાજપે ટિકિટ આપી અને 36 કલાકમાં છીનવી લીધી; ભાજપ નેતા એ કર્યો બળવો!

ભાજપ તરફથી ટિકિટ બદલવાને લઈને ચર્ચામાં આવેલ ચંબા વિધાનસભા ક્ષેત્ર ફરી એકવાર હેડલાઈનમાં છે. ટિકિટ બદલ્યા બાદ પાર્ટી હાઈકમાન્ડના નિર્ણયથી નારાજ ઈન્દિરા કપૂરે મંગળવારે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. આ પછી હવે ભાજપના ઉમેદવાર નીલમ નૈય્યરની ચૂંટણીની મુશ્કેલીઓ વધવાની છે. નામાંકન ભર્યા બાદ ચંબામાં પત્રકારો સાથે વાત કરતા ઈન્દિરા કપૂરે કહ્યું કે કોઈપણ પ્રકારનો અન્યાય સહન કરવામાં આવશે નહીં. મને પૂરો વિશ્વાસ છે કે ચંબાના લોકો મને જંગી મતોથી જીતાડીને વિધાનસભામાં મોકલશે. ધારાસભ્ય બન્યા બાદ ચંબાના વિકાસને ઝડપી ગતિએ આગળ ધપાવવામાં આવશે.

વાસ્તવમાં ભારતીય જનતા પાર્ટીએ ચંબા વિધાનસભા મતવિસ્તારમાંથી પોતાના ચૂંટણી ઉમેદવાર બદલીને મોટો નિર્ણય લીધો છે. ભાજપે હવે પ્રથમ યાદીમાં ચંબા સીટ માટે જાહેર કરાયેલી ઈન્દિરા કપૂરની જગ્યાએ નીલમ નય્યરને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે. ઈન્દિરા કપૂર વિરુદ્ધ ફોજદારી કેસના કારણે ભાજપે તેમની ટિકિટ કાપવી પડી હતી. ત્યારથી ઈન્દિરા પાર્ટીથી નારાજ હતા. હવે તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે અને તેઓ આગામી ચૂંટણી અપક્ષ લડવાના છે. અપક્ષ લડતની સાથે જ ભાજપ ના વોટ વહેંચાઈ જશે અને તેનો સીધો જ ફાયદો કોંગ્રેસ ને થશે.

ભારતીય જનતા પાર્ટીએ ચંબા વિધાનસભા મતવિસ્તારમાંથી મોટો ફેરફાર કરીને વર્તમાન ધારાસભ્ય પવન નાયરની ટિકિટ કાપી નાખી છે. આ વખતે પવન નાયરને બદલે પાર્ટી તરફથી પ્રથમ યાદીમાં ઈન્દિરા કપૂરના નામ પર મહોર લગાવવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ઈન્દિરા કપૂર વિરુદ્ધ કોર્ટમાં ભ્રષ્ટાચારનો કેસ ચાલી રહ્યો હતો. જેના કારણે પાર્ટી હાઈકમાન્ડે તેમની ટિકિટ બદલવી પડી હતી. ઈન્દિરા કપૂરના સ્થાને ભાજપના વર્તમાન ધારાસભ્ય પવન નાયરની પત્ની નીલમ નાયરને આપવામાં આવી હતી. ચંબા વિધાનસભા બેઠક હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં આવે છે.

જણાવી દઈએ કે, વર્ષ 2017માં ચંબામાં કુલ 49.33 ટકા વોટ પડ્યા હતા. 2017 માં, ભારતીય જનતા પાર્ટીના પવન નૈય્યરે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નીરજ નય્યરને 1879 મતોના માર્જિનથી હરાવ્યા હતા. જણાવી દઈએ એકે હિમાચલ પ્રદેશ એક નાનું રાજ્ય છે. ગુજરાતની સરખામણીમાં વોટ પણ ઓછા છે એટલે ત્યાં 1800 વોટનું માર્જિન વધારે કહેવાય જ્યારે ગુજરાતમાં 1800 વોટ એટલે પાતળી સરસાઈ કહેવાય. ટીકીટ આપીને બદલવી એ દરેક રાજકિય પાર્ટીઓ છેલ્લા સમયે જરૂર પડ્યે કરતાં હોય છે. હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પણ આવું જ કઈંક થયું છે હવે જોવાનું એ રહ્યું કે ભાજપ ના બેય ઉમેદવારો અંદરોઅંદર લડવામાં કોંગ્રેસને ફાયદો થાય છે કેમ!

આ પણ વાંચો:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ જનસદ ગુજરાતી ન્યૂઝ The Jansad સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!