IndiaPoliticsWorld

જમ્મુ કાશ્મીર બાદ હવે POK મુદ્દે સરકારે બનાવી બ્લુપ્રિન્ટ! પાકિસ્તાનમાં ફફડાટનો માહોલ! જાણો!

ભારતના અભિન્ન અંગ ગણવામાં આવતા જમ્મુ કાશ્મીર માં સરકાર દ્વારા આર્ટિકલ 370 હટાવવામાં આવતાં પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે. ભારતને દબાવવા અમેરિકા ચાઇના રશિયા જોડે સંપર્ક કરીને થાકી ગયું પરંતુ કોઈ પણ દેશ ભારતના આ આંતરિક મામલામાં દખલ કરવા માંગતો નથી. આ ઉપરાંત પાકિસ્તાનના પ્રધાનમંત્રી દ્વારા ભારત સાથેના દ્વિપક્ષીય વાર્તાલાભના તમામ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. પાકિસ્તાન દ્વારા સમઝોતા એકપ્રેસ રોકી દેવામાં આવી છે તેમજ ભારતની દરેક બોર્ડર શીલ કરી નાખી છે, એરસ્પેસ પણ બંધ કરી દીધા છે. પરંતુ પાકિસ્તાનના આ પગલાંઓથી ભારતને કોઈ ફરક પડતો નથી નુકશાની પાકિસ્તાનને જ છે.

જમ્મુ કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

આ ઉપરાંત પાકિસ્તાન અને ચાઇના દ્વારા યુનાટેડ નેશનમાં પણ જમ્મુ કાશ્મીર ને લઈને ભારત વિરુદ્ધ પ્રસ્તાવ પાસ કરવા માટે પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ યુનાઇટેડ નેશનના દરેક સભ્યોના વોટ ભારતને મળતાં પાકિસ્તાનની આ મેલી મુરાદ પણ કામયાબ ના થઇ હતી. તમામ જગ્યાએ હારેલા પાકિસ્તાને જમ્મુ કાશ્મીર માં ભારત સરકારના પગલાં બાદ તેની નાપાક હરકતો તો શરૂ કરી દીધી છે. બોર્ડર પર આર્મી અને વાયુસેનાને એલર્ટ કરી દીધા છે તેમજ લદાખ પાસે સરકાડુંમાં પાકિસ્તાન વાયુ સેના દ્વારા ફાઇટર જેટ ખડકી દેવામાં આવ્યા છે અને ફરી ભારત પર દબાણ બનાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

જમ્મુ કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

પાકિસ્તાન દ્વારા ભારતના સ્વતંત્રતા દિવસ ને બ્લેક ડે તરીકે ઉજવવાની જાહેરાત પણ કરવાં આવી હતી આ બાબતે પાકિસ્તાન દ્વારા સત્તાવાર જાહેરાત કરી હતી કે તમામ સરકારી ન્યુઝ ચેનલો, એફએમ રેડિયો ભારત વિરુદ્ધના કાર્યક્રમો બતાવશે તેમજ ટીવી ચેનલો તેમનો લોગો બ્લેક એડ વ્હાઈટ રાખશે. પાકિસ્તાન દ્વારા ભારતની તમામ હિન્દી ફિલ્મો બેન કરવામાં આવી છે તેમજ ભડતીય કલાકારોને પણ પાકિસ્તાનમાં એન્ટ્રી બંધ કરવામાં આવી છે. પરંતુ આવા કોઈપણ વિરોધની ભારત પર કોઈ અસર થશે નહીં જે પાકિસ્તાન પણ જાણે છે પણ માનમાનવવા માટે આવું કરી રહ્યું છે તેમ કહી શકાય છે.

15 ઓગસ્ટ
ફોટો: સોસીયલ મીડિયા

પાકિસ્તાન દ્વારા ભારતને દબાબવવાના તમામ રસ્તાઓ નિષ્ફળ જતાં પાકિસ્તાન દ્વારા બોર્ડર પાર સિઝ ફાયર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. તેથી ભારત દ્વારા હોવી વળતો જવાબ આપવામાં આવ્યો છે. ગઈ કાલે પાકિસ્તાન દ્વારા સિઝ ફાયરના ઉલ્લંઘન બાદ ભારત દ્વારા પાકિસ્તાનની સુરક્ષા ચોકી ઉડાવી દેવામાં આવી હતી. તેમાં પાકિસ્તાન સૈનિકના મોતની ખબર આવી રહી છે. ભારત દ્વારા પાકિસ્તાનની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપવામાં આવશે તેવું પહેલા પણ ભારતીય સૈન્ય દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું છે. આર્ટિકલ 370 હટાવ્યા બાદ પાકિસ્તાનની તમમાં સીમા પર ભારતીય સૈન્યની તમામ વિંગ એલર્ટ મોડ પર છે.

જમ્મુ કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

ભારત દ્વારા જમ્મુ કાશ્મીર બાદ હવે POK એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર મુદ્દે પણ વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે. આખું કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે જેમાં POK પણ સામેલ છે. જેને ભારતમાં ભેળવવામાં આવશે અને તેના માટે જાન લગાવવી દેવામાં આવશે તેવું ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંસદમાં પણ જણાવવામાં આવ્યું હતું. POK બાબતે રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા પણ જણાવવામાં આવ્યું કે પાકિસ્તાન સાથે હવે જો કોઈ પણ મુદ્દે વાર્તાલાભ થશે તો તે માત્રને માત્ર POK માટે જ થશે. રક્ષામંત્રીના આ નિવેદન બાદ પાકિસ્તાનના પેટમાં રેડાયેલા તેલમાં આગ લાગી ગઈ છે અને હાંફળુફાંફળું બની ગયું છે.

કાશ્મીર
ફોટો: સોસીયલ મીડિયા

રક્ષામંત્રી દ્વારા ભારતની પરમાણુ નીતિ બદલવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી હતી. શનિવારે ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે, ભારત અત્યાર સુધી પરમાણુ હથિયારને લઇને ‘નો ફર્સ્ટ યૂઝ’ની નીતિ અપનાવતું હતું, પરંતુ ભવિષ્યમાં શું થશે, તે તો પરિસ્થિતિ નક્કી કરશે. રક્ષામંત્રી રાજનાથસિંહના નિવેદનથી ડરેલા ઇમરાને ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યુ અને રવિવારે વિશ્વ સમુદાયને અપીલ કરી, ‘ભારતના પરમાણુ હથિયાર હિન્દુ વર્ચસ્વવાદી ફાસિસ્ટ મોદી સરકારના નિયંત્રણમાં છે. જેની સુરક્ષા પર દુનિયા ગંભીરતાથી વિચાર કરે, કારણ કે તેનો પ્રભાવ માત્ર ક્ષેત્રમાં સીમિત નહીં રહે, પરંતુ સમગ્ર દુનિયા પર પડશે.’ ઇમરાન ખાનના વાહિયાત નિવેદન બાદ ભારતની ભાજપ સહિત તમામ રાજનૈતિક પાર્ટીઓ દ્વારા પાકિસ્તાનના પ્રધાનમંત્રીના બોગસ વાહિયાત નિવેદનની ટીકા કરવામાં આવી.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!