GujaratPoliticsRajkot

રાજકોટમાં રાજકિય ભૂકંપ પર ઇન્દ્રનીલ રાજ્યગુરુ ની ભાજપને ગર્ભિત ચેતવણી!

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ હાલમાં કોંગ્રેસ પક્ષમાં નથી અને ભાજપ તરફથી ઓફર થયેલી છતાં ભાજપમાં પણ જોડાયા નથી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી બાદ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસ પક્ષ માંથી રાજીનામુ આપી દીધું હતું પરંતુ તેઓ ક્યારેય ભાજપ કે અન્ય કોઈ પાર્ટી સાથે જોડાયા નથી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ચૂંટણી લડ્યા હતાં અને હારી ગયા હતાં. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ એ રાજકોટ ભાજપમાં સર્જાયેલા રાજકીય ભૂકંપ પર પોતાનું ધારદાર નિવેદન આપ્યું છે અને રૂપાણી સરકાર તેમજ સમગ્ર ભાજપ ને આડે હાથ લીધી છે.

ઇન્દ્રનીલ રાજ્યગુરુ
ફોટો સોશિયલ મીડિયા

ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા રાજકોટમાં સર્જાયેલા રાજકીય ભૂકંપ પર ચુપ્પી તોડતા જણાવ્યું હતું કે, સત્તાપક્ષમાંથી નેતાઓ વિપક્ષમાં આવે એટલે સમજી લ્યો, ભાજપનો પરપોટો ફૂટવામાં છે. સત્તાપક્ષમાંથી વિપક્ષમાં નેતાઓનું પલાયન શરૂ થાય તે રાજકારણમાં સૂચક હોય છે. હવે ભાજપનો પરપોટો ફૂટવાને આરે છે. તેમણે કહ્યું કે, ભાજપના કોર્પોરેટર કોંગ્રેસમાં આવ્યા તે નજીકના ભુતકાળનો પક્ષપલ્ટાનો પ્રથમ બનાવ છે. અત્યાર સુંધી લોકો મોટાભાગે કોંગ્રેસના નેતાઓનો ભાજપમાં પ્રવેશને જ જોતા આવ્યા છે.

હાર્દિક પટેલ, ઇન્દ્રનીલ રાજ્યગુરુ
ફોટો સોશિયલ મીડિયા

રાજકોટમાં ભાજપ કોર્પોરેટર સહિત અન્ય નેતાઓ કોંગ્રેસમાં જોડાતા ઉલટી ગંગા વહી તેના પર ઇન્દ્રનીલ રાજ્યગુરુ એ રાજ્ય સરકાર અને ભાજપને ગર્ભિત ટકોર કરતાં કહ્યું કે, રાજ્યના મુખ્યમંત્રીના હોમટાઉનમાં ભાજપ કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયાની મોટી વાત છે. સામાન્ય લોકોનો ભાજપ સામે છૂપો રોષ શરુ થઈ ગયો છે અને હવે તે ખુલ્લેઆમ દેખાવા લાગ્યો છે. પ્રજાના પ્રતિનિધિ જ ભાજપ માંથી કોંગ્રેસમાં જોડાયા છે. કોઈ પણ વ્યક્તિ માટે સત્તા છોડી વિપક્ષમાં સામેલ થવું મોટી વાત છે.

ઇન્દ્રનીલ રાજ્યગુરુ, ભાજપ, પેટા ચૂંટણી, ગુજરાત ભાજપ
ફોટો સોશિયલ મીડિયા

વર્ષ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી રૂપાણી સામે ચૂંટણીમાં હાર બાદ પણ ઇન્દ્રનીલ એક દિવસ પણ બેઠા નથી તેમણે સમગ્ર રાજકોટ અને આજુબાજુના ગામડા વિસ્તારોનો પ્રવાસ કર્યો હતો અને લોકોની સમસ્યાઓ જાણી હતી. તેમજ કુંવરજી બાવળીયા કોંગ્રેસ માંથી ભાજપમાં જોડાઈ જતાં તેમની બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસ તરફી ઉમેદવાર અવસરભાઈ નાકીયા માટે પ્રચાર પણ કરેલો. એટલું જ નહીં કોંગ્રેસ પક્ષમાંથી ભલે રાજીનામુ આપ્યું પરંતુ ક્યારેય કોંગ્રેસ સામે વિરોધ કે ભાજપમાં જોડાયા નથી.

ઇન્દ્રનીલ રાજ્યગુરુ
ફોટો સોશિયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ ઇન્દ્રનીલ રાજ્યગુરુ એ કોંગ્રેસ માંથી રાજીનામુ આપ્યું હતું અને તેમના દ્વારા રાજીનામુ આપતાંની સાથે જ ભાજપે તેમને ભાજપમાં જોડાવા માટે ઓફર પણ કરેલી પરંતુ ઇન્દ્રનીલ રાજ્યગુરુ એ ભાજપની ઓફર ફગાવી દીધી હતી. છેલ્લા ઘણા સમયથી ઇન્દ્રનીલ રાજ્યગુરુને કોંગ્રેસમાં લાવવા માટે કોશિશ કરવાં આવતી હતી પરંતુ તેમની રાજકારણથી દુરી અને સતત નનૈયા ના કારણે કોંગ્રેસ દ્વારા પ્રયત્નો બંધ કરવામાં આવ્યા હતાં પરંતુ હવે ફરીથી ઇન્દ્રનીલ રાજ્યગુરુ ને કોંગ્રેસમાં પાછા લાવવાની તજવીજ હાથ ધરાઈ રહી છે. અને આ વખતે ટૂંક સમયમાં તેઓ ફરીથી કોંગ્રેસમાં પાછા ફરશે તે નક્કી મનાઈ રહ્યું છે.

ઇન્દ્રનીલ રાજ્યગુરુ
ફોટો સોશિયલ મીડિયા

આ પણ વાંચો

અહી ક્લિક કરીને વધારે Gujarati News માટે અમારા Facebook પેજ The Jansad ગુજરાતી ને ફોલો કરો

Related Articles

Back to top button
આજનું રાશિફળ!