IndiaSportsWorld

ભગવા રંગે રંગાશે ટીમ ઇન્ડિયા! આ કારણે પહેરશે ભગવા કપડાં! જાણો!

હાલ તો આખાય વિશ્વમાં ક્રિકેટ વિશ્વકપ ફીવર ચાલી રહ્યો છે. ટીમ ઇન્ડિયા પણ હાલ સુંધીની તમામ મેચમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. દક્ષીણ આફ્રિકા અને પાકિસ્તાન ને કારમો પરાજય આપીને પોઉન્ટ ટેબલમાં ટોપ પર જવા આગળ વધી રહ્યું છે.

ક્રિકેટ વર્લ્ડકપ
ફોટો: સોસીયલ મીડિયા

આઇપીએલની ટીઆરપી ઘટતી જાય છે એટલે કે હવે આઇપીએલ માં લોકોને રસ ઓછો થતો જઈ રહ્યો છે પરંતુ ક્રિકેટ વર્લ્ડકપ નો ઉત્સાહ વધતો ને વધતો જ જોવા મળી રહયો છે. સામે ટીમ ઇન્ડિયા પણ હાલ જબરદસ્ત ફોર્મ માં જોવા મળી રહી છે.

ક્રિકેટ વર્લ્ડકપ
ફોટો: સોસીયલ મીડિયા

પરંતુ એક એવા સમાચાર આવી રહ્યા છે કે જેના કારણે લોકો અસમંજસમાં મુકાઈ ગયા છે અને વિચારમગ્ન બની ગયા છે. તો સમાચાર એ છે કે, આગામી મેચમાં ટીમ ઇન્ડિયા ના કપડાનો રંગ બદલાય જશે એટલે કે ભારતીય ટીમના કપડાં ભગવા થઈ જશે!

ટીમ ઇન્ડિયા
ફોટો: સોસીયલ મીડિયા

લોકો માં કુતુહલ પણ છે કે ભગવા કપડાંમાં આપડી ટીમ કેવી દેખાશે! વર્ષોથી બ્લુ કલરમાં જોયેલી ટીમ ઇન્ડિયા ને હવે ભગવા કપડામાં જોઈશું તો કેવું લાગશે? પરંતુ આ સમાચાર અફવાહ નથી સાચા છે.

ટીમ ઇન્ડિયા
ફોટો: સોસીયલ મીડિયા

હા 30 જૂને ભારત ઇંગ્લેન્ડ સામે રમાનારી વર્લ્ડકપ મેચમાં વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા પોતાની પરંપરાગત બ્લૂ જર્સીના બદલે ભગવા રંગની જર્સી પહેરીને મેદાનમાં ઉતરશે. ઇંગ્લેન્ડ સાથે રમાનાર આ મેચમાં ભારતીય ટીમે પોતાની ‘અલટરનેટ જર્સી’નો ઉપયોગ કરવાનો રહેશે જે ભગવા રંગની છે.

ટીમ ઇન્ડિયા
ફોટો: સોસીયલ મીડિયા

આ કોઈ સરકાર, નેતા કે રાજનૈતિક પાર્ટીના કારણે નહીં પરંતુ આઇસીસી નિયમ અનુસાર ભારતે પોતાની પરંપરાગત ટીશર્ટ ના સ્થાને અલટરનેટ ટીશર્ટ પહેરવી પડશે. આઈસીસીના નિયમ મુજબ જો બંને ટીમના કીટ અને ટીશર્ટના રંગ સરખા હોય તો યજમાન ટીમે પોતાની કીટ અને જર્સીના રંગને યથાવત રાખવાનો હોય છે અને મહેમાન ટીમે પોતાની અલટરનેટ ટીશર્ટ અને કીટ સાથે મેદાનમાં આવવાનું હોય છે.

ટીમ ઇન્ડિયા
ફોટો: સોસીયલ મીડિયા

ભારતની જર્સી અને ઇંગ્લેન્ડની જર્સી બ્લૂ કલરની છે, તેવામાં ઇંગ્લેન્ડ યજમાન ટીમ છે અને ભારત મહેમાન ટીમ હોઈ ભારતની જર્સીમાં આ બદલાવ કરવામાં આવ્યો છે અને ભારત બ્લુ જર્સીના બદલે ભગવા જર્સી અને કીટ સાથે મેદાનમાં ઉતરશે.

ટીમ ઇન્ડિયા
ફોટો: સોસીયલ મીડિયા

આવું માત્ર ભારત સાથે જ નથી થયું આગાઉની મેચમાં પણ સરખા રંગની ટીશર્ટ હોવાના કારણે ટીમોએ પોતાની પરંપરાગત ટીશર્ટના બદલે અલટરનેટ ટીશર્ટ પહેરીને પણ મેચ રમી છે. 2 જૂને સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશ સામેની મેચમાં પોતાની ટી-શર્ટ બદલી હતી. જેમાં આફ્રિકન ખેલાડી ગ્રીનના બદલે પીળી ટીશર્ટમાં મેદાન પર ઉતર્યા હતાં.

ક્રિકેટ વર્લ્ડકપ
ફોટો: સોસીયલ મીડિયા

ઉલ્લેખનીય છે કે, શનિવારે એટલે કે આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ છે જેમાં ભારત અને અફઘાનિસ્તાન બંનેની ટીશર્ટ બ્લૂ છે, તેવામાં અફઘાનિસ્તાને પોતાની કિટ બદલવી પડશે. આઈસીસી વર્લ્ડ કપ 2019ના શેડ્યૂલ અનુસાર સાઉથેમ્પ્ટનમાં રમાનાર આ મેચને ભારતની ઘરેલૂ મેચ માનવામાં આવે છે. એટલે ભારતીય ટીમ પોતાની પરંપરાગત ટીશર્ટ બ્લુ માં દેખાશે અને અફઘાનિસ્તાન પોતાની ટીશર્ટ બદલીને મેદાનમાં ઉતરશે.

Related Articles

Back to top button
આજનું રાશિફળ!